40 હજાર આંગણવાડી કાર્યકરો કાલે અમદાવાદમાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે પડતર માગણીઓ


  • Published By :
  • Published Date : 2023-11-05 19:08:57

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આંદોલનનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. રાજ્યના આંગણવાડીના કાર્યકરો અને તેડાગર મહિલાઓ ફરી એક વખત સરકાર સામે આંદોલનનું રણશિંગું ફુક્યું છે. આંગણવાડીના કાર્યકરો સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની 18 જેટલી માંગણીઓને લઇને સરકાર દ્વારા પ્રતિભાવ નહીં અપાતા અપાયેલા હડતાલના એલાનના 10 દિવસ બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી આંગણવાડીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ઉગ્ર આંદોલનની ચીમકી


રાજ્યની આંગણવાડી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને મહિલા બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને ઉપરાંત સચિવને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાંય પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. શનિવારે દાહોદમાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવતી કાલે તા 6 નવેમ્બરે રાજ્યની 40 હજારથી વધું આંગણવાડી બહેનો અમદાવાદમાં ધામા નાખશે. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે, વર્ષ 2018થી પગાર વધારો કરાયો નથી. કેન્દ્ર સરકારની યોજના હોવા છતાંય વધારો અપાતો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મસાલા - નાસ્તાના બીલો બાકી છે. મોબાઈલ incentive પણ બાકી છે. આ ઉપરાંત ઘર ભાડાં બાકી છે અને સરકાર નાણાં ચૂકવવા તૈયાર નથી. જો દિવાળી પેહલા પૈસા ના ચૂકવાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


આંગણવાડી કાર્યકરોની શું છે પડતર માગ?


આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે 10થી 3નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, 45 વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી જ ગણવા, પોષણસુધાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને 1થી 8 તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની માંગણીઓ સંબંધે દિવાળી પહેલા સરકાર નિર્ણય નહીં લે તો ઉપવાસ આંદોલનના આરંભ કરાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?