ચીનની 40 ટકા વસ્તી થઈ જશે કોરોના સંક્રમણનો શિકાર!!! WHOએ ચીન પાસે માગ્યો જવાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 11:40:25

ચીનમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. એક અંદાજ પ્રમાણે લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોરોનાને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં 40 ટકા જેટલી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. 


કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે  

કોરોના વાયરસને કારણે અનેક લોકો સંક્રમિત થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. વિશ્વના અનેક દેશોએ ચીનથી આવતા લોકો માટે નિયમો જાહેર કરી દીધા છે. અનેક પ્રતિબંધો લાદી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ પર કાબુ નથી આવતો પરંતુ પ્રતિદિન આ સંક્રમણ સતત વધી રહ્યું છે. 


40 ટકા વસ્તી થઈ શકે છે કોરોના સંક્રમિત 

ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાની દહેશત સતત વધી રહી છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનની 40 ટકા વસ્તી કોરોનાનો ભોગ બની જશે. છેલ્લા એક મહિનામાં કોરોનાની ઝપેટામાં અનેક લોકો આવી ગયા છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસે મંગાવ્યા સંક્રમિતોના આંકડા 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ગંભીર બની છે. ચીન પર એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે તે કોરોના સંક્રમિતોના આંકડા છૂપાવી રહ્યું છે. ઉપરાંત મૃતકોના આંકડા પણ છૂપાવે છે. ઉપરાંત ચીને દૈનિક કેસોનો આંકડો જાહેર કરવાનો પણ બંધ કરી દીધું છે. જેને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે અને ચીન પાસેથી વિસ્તૃત માહિતી આપવા માટે કહ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માહિતી આપવા પણ કહ્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?