પાલનપુર હાઈવે ફરી બન્યો જીવલેણ, દર્શન કરીને આવતા લોકોને ટેન્કરે અડફેટે લીધા 4ના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:31:35

બનાસકાંઠા પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર માલવ કટ નજીક ટેન્કર અને સ્વિફ્ટનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. 


કેવી રીતે બન્યો સમગ્ર બનાવ?

સ્વિફ્ટ કારમાં પરિવાર શારનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. માલવ નજીક સ્વિફ્ટ કાર અને ટેન્કરનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આબુ રીકો પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાતા લોકોએ ગાડી રસ્તા પરથી સાઈડમાં લઈ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા. સ્થાનિક લોકોના મત અનુસાર તમામ લોકો રાજસ્થાનના બાલીના હોવાનું સામે આવ્યું છે. બાલીથી તમામ લોકો શારનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને બાલી પરત જવા દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી.  




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.