બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં 353 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બીમારી


  • Published By :
  • Published Date : 2023-10-20 11:06:18

હાલમાં ગુજરાતમાં હાર્ટ સબંધિત રોગોની સંખ્યા વધી થઈ છે. અને ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે કેટલાય લોકોનો જીવ જઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટકેના બનાવોએ આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે કારણ કે બાળકોમાં પણ હવે હ્રદય રોગોની સંખ્યા વધી રહી છે. બનાસકાંઠાથી વિદ્યાર્થીઓમાં હ્રદય રોગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ચાલુ વર્ષે 9 મહિનામાં 353 બાળકોને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે


બાળકોમાં કેન્સરના લક્ષણો પણ જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષમાં 161 છાત્રોને અત્યંત ગંભીર મનાતી કેન્સર રોગ હોવાનું પણ ખૂલ્યું છે. જે સંખ્યા પણ બાળકોમાં ઉત્તરોતર વધી રહી છે જે પણ ચિંતાજનક છે સાથે જ બાળકોને પહેલેથી ખોડખાંપણ હોવાના કારણે પણ તકલીફો દેખાઈ રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?