લોકો પર હુમલો થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. એ પછી ભારત હોય કે પછી વિદેશ હોય. લોકો પર હુમલા થવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે પરંતુ જે પ્રમાણે આરોપીઓને સજા કરવામાં આવે તે અલગ હોય છે. થોડા સમય પહેલા અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની મોત થઈ હતી. તેના મોત થવા બદલ 35 વર્ષના યુવકને કોર્ટે પાંચ કે દસ વર્ષની નહીં પરંતુ 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે.
યુવકને કોર્ટે ફટકારી 100 વર્ષની સજા
વિદેશમાં ભારતીયો પર થતા હુમલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોની હત્યા વિદેશની ધરતી પર થતી હોય છે. ત્યારે 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની હત્યા અમેરિકાના લુસિયાનામાં થઈ હતી. આરોપી સ્મિથ દ્વારા બંદૂકમાંથી ફાયર કરવામાં આવેલી ગોળી હોટલના રૂમમાં રમી રહેલી માયાના માથાના ભાગે વાગી. હોસ્પિટલ બાળકીને ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારે કોર્ટે 35 વર્ષના આરોપીને 100 વર્ષની સજા ફટકારી છે.
લોકોએ આવકાર્યો કોર્ટના નિર્ણયને!
અમેરિકાના લુસિયાનામાં 2021માં 5 વર્ષની ગુજરાતી મૂળની બાળકીની હત્યામાં દોષિત જોસેફ લી સ્મિથને 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરોપીને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ તમામ શરતો કેસમાં પ્રોબેશન, પેરોલ અથવા સજામાં ઘટાડો કરવાના કોઈપણ લાભ વિના આપવી જોઈએ. જે નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેને લોકો આવકારી રહ્યા છે.