લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા પર સખત કાર્યવાહી કરતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભા સ્પિકરે આકરી કાર્યવાહી કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી, જે અધ્યક્ષે સ્વિકારી લીધી અને આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે 13 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 46 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શા માટે કાર્યવાહી?
વાસ્તવમાં સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ કરી રહ્યા હતા. પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા માટે ઘણા સાંસદો આવ્યા હતા. આ તમામ સાંસદોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે સ્પીકરે સોમવારે 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંસદો સંસદની સુરક્ષામાં ખામીને લઈને હંગામો મચાવી રહ્યા હતા, જેના કારણે આ કડક પગલું લેવામાં આવ્યું છે.
સરકાર પર વિપક્ષ લાલઘુમ
લોકસભામાં વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવતા વિપક્ષના નેતાઓ લાલઘુમ થયા છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારનું કામ સંસદ ચલાવવાનું છે. અમને સસ્પેન્ડ કરીને અવાજ દબાવવામાં આવવામાં આવી રહ્યો છે. ત્યાંજ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માગે છે. અધીર રંજને કહ્યું કે અમે છેલ્લા બે દિવસથી અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવાની માગ કરી રહ્યા હતા, અમે સંસદમાં સુરક્ષા ચૂક પર ચર્ચા કરવાની માગ કરી રહ્યા હતા.