30000 શિક્ષકો કોન્ટ્રાક્ટ પર લેવાશે? જો સરકારના પ્રયાસો યોગ્ય તો ભરોસાનો અભાવ કેમ? સાંભળો આ મુદ્દે શું કહ્યું દેવાંશી જોષીએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 13:19:06

અનેક સંસ્થાઓનું પ્રાઈવેટાઈઝેશન થઈ રહ્યું છે. ખાનગી કંપનીને કામ સોંપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ શિક્ષણ વિભાગમાં પણ જોવા મળી રહ્યું છે. જે ગુરૂઓ બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરે છે તેમનું જ ભવિષ્ય અંધકારમય થઈ જશે તેવો ડર શિક્ષકોને અને TET-TATની પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને લાગી રહ્યો છે. ઘણા વર્ષોથી TET-TATની પરીક્ષા નથી લેવાઈ, અને જ્યારે લેવાઈ ત્યારે નવા ફોર્મેટમાં લેવાઈ. નવા ફોર્મેટ માટે પણ ઉમેદવારો તૈયાર હતા. તેમને થયું કે હમણા થોડી મહેનત કરી લઈશું પછી શાંતિ જ છેને. પરંતુ આ બધા વચ્ચે એવા સમાયાર આવ્યા કે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ વાતને લઈ ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. સરકારના નિવેદન ઉપરથી ઉમેદવારોને ડર છે કે પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમને કાયમી નોકરી નહીં મળે, કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવું પડી શકે છે.  

પ્રવાસી શિક્ષકના મુદ્દાને લઈ જમાવટને અનેક ઉમેદવારોએ ફોન કર્યા, રજૂઆત કરી. મહત્વનું છે કે થોડા દિવસો બાદ જીઆર આવવાનો છે. પાંચ વર્ષથી પરીક્ષા ન લેવાવાને કારણે ઉમેદવારો આતુરતાથી રાહ જોતા હતા. અનેક વર્ષો બાદ પરીક્ષા લેવામાં આવી પરંતુ બદલાયેલા ફોર્મેટમાં. અનેક લેવલોમાં પરીક્ષા લેવામાં આવી હતી. પ્રિલિમમાં પાસ કરેલા ઉમેદવારોએ તનતોડ મહેનત કરીને મેઈન્સની પરીક્ષા આપી, જેનું પરિણામ થોડા દિવસની અંદર આવવાનું છે. એવું માનીને કે જો એક વખત પરીક્ષા પાસ  કરી દીધી તો પછી શાંતિ. પરંતુ તેમની શાંતિ ચિંતામાં ત્યારે ફેરવાઈ જ્યારે તેમણે શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને સાંભળ્યું. એવા સમાચારો સામે આવ્યા હતા કે પ્રવાસી શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કરાર આધાર ભરતી આપવામાં આવશે. સરકાર પ્રવાસીને આપે છે તેનાથી સારા એવા પગાર કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયેલા શિક્ષકોને આપવાની છે. 

સરકારી નોકરીને લોકો એટલા માટે પસંદ કરતા હોય છે કારણ કે તેઓ માને છે કે એક વાર મહેનત કરવાની પછી જીંદગી ભરની શાંતિ. સરકારી પરીક્ષાઓમાં , સરકારી કચેરીઓમાં ગેરરીતિ થાય છે પરંતુ તેનો અર્થ એ ન થાય કે તમે સરકારી શાળાઓ જ બંધ કરી દો. જે વિભાગમાં ખામી, જેમાં વિવાદ સર્જાયો તે વિભાગનું ખાનગીકરણ કરી દેવાનું! કરાર આધારીત લોકોને નોકરી પર રાખવામાં આવી રહ્યા છે. જો સેટ ન થયું તો રામ રામ.  


કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતા લોકોને નથી હોતી જોબની ગેરંટી!

કોરોના સમયે પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગના કર્માચારી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હતા. તેમના કામ માટે તેમને બિરદાવવામાં પણ આવ્યા. પરંતુ થોડા સમય બાદ સમાચાર સામે આવ્યા કે તે કોન્ટ્રાક્ટ બેઝ પર હતા. મહત્વનું છે કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લોકોને ખબર ન હોય કે આજે જે નોકરી તેમની પાસે છે તે નોકરી આવતી કાલે તેમની પાસે હશે ખરી? 


અનેક સંસ્થાઓનું થઈ રહ્યું છે ખાનગીકરણ! 

ઉલ્લેખનિય છે કે જો સરકાર  આ ભરતી કરીને ટેમ્પરરી સોલ્યુશન હોય તો શંકાને સ્થાન નથી, કારણ કે સમગ્ર ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા વાર લાગી શકે છે. ત્યારે વિદ્યાર્થીના શિક્ષણ પર આ વાતની અસર ન પડે જો એના માટે આ સોલ્યુશન લાવી હોય તો તેનાથી સારૂ કઈ ન હોય, પરંતુ હજી જીઆર આવવાનો બાકી છે, ત્યાં સુધી આ અંગે વિસ્તૃત ચર્ચા કરવી થોડીક વહેલી છે. એ વાત સ્વાભાવિક છે કે શિક્ષક બનતા ઉમેદવારોની ધીરજ હવે ખૂટી છે. ઉમેદવારોએ જમાવટને પોતાની વ્યથા જણાવી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?