મહીસાગરમાં અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:55:35

મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આજે બપોરના સમયે બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું મોત થયું છે. અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિવારમાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું હતું. 


ભારતમાં અકસ્માતની ઘટનાઓની જાણે કે લાઈન લાગી છે. ગઈકાલે જ ધંધુકા-બગોદરા રોડ પર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. સુરત શહેરમાં ઓગસ્ટ માસમાં 352 જેટલા અકસ્માતો સર્જાયા હતા. ગત 15 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં અકસ્માત સર્જાતા પણ 7 જેટલા લોકોના મોત થયા હતા. આમ જ બેદરકારી રીતે વાહન ચલાવવાના કારણે અને સારા રસ્તા ન હોવાના કારણે અને સ્થાનિક વિસ્તારોમાં ખોટા વળાંકોના કારણે અકસ્માત સર્જાયો હતો. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.