29 વર્ષીય તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાનું મૃત્યુ.ચેન્નાઇ ખાતે એમના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:28:24

દીપા તરીકે જાણીતી, 29 વર્ષીય તમિલ અભિનેત્રી, પૌલિન જેસિકા તેના ચેન્નાઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોયમ્બેડુ પોલીસે કેસ દાખલ કર્યો અને તેની ડાયરીમાંથી એક નોંધ પણ મળી.અભિનેતાના મિત્ર, પ્રભાકરન તેના પરિવારના કોલ્સનો જવાબ ન મળતાં તપાસ કરવા તેના એપાર્ટમેન્ટમાં ગયા હતા. તેણીને મૃત જણાતા તેના પરિવારને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી.

ઇન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન થયું છે. 'વૈધા' સાઉથની અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. અભિનેત્રીના પોતાના એપાર્ટમેન્ટમાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે.


પૌલિન જેસિકા એટલે કે દીપાની લાશ તેમના ઘરના એક રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી.તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી. પોલીસ તપાસમાં લાગેલી છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીપાના માતા-પિતા તેને તેની મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. દીપા મિસ્કીન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ 'થુપ્પરીવલન'માં પણ જોવા મળી હતી.


લોકો તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાને પ્રેમથી દીપા કહીને બોલાવતા હતા અને તેને આ નામથી જ ઓળખ મળી હતી. રિપોર્ટ મુજબ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ સમાચાર પછી સમગ્ર સિનેમા ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે