માનવ તસ્કરીની આશંકાના પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું 276 ભારતીયોવાળું પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્રાન્સમાં 4 દિવસ સુધી પ્લેન રોકવામા આવ્યા બાદ મુસાફરો મંગળવાર સવારે મુંબઈ આવ્યા હતા. આ લોકોએ 25 ડિસેમ્બરની સાંજે પેરિસ કે વાટ્રી એરપોર્ટથી ફ્લાઇટ ભરી હતી. આ પ્લેન મંગળવાર સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્રાન્સની એક કોર્ટના આદેશ બાદ ભારતીયોથી ભરેલા પ્લેનને મંજુરી આપવામાં આવી હતી. રવિવારે 4 જજોની બેન્ચે ક્રિસમસની રજાઓમાં પણ સુનાવણી કરતા અટકાયત હેઠળ રાખવામાં આવેલા પેસેન્જરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને ઉડાન માટે આદેશ આપ્યો હતો.
CISFએ કરી પૂછપરછ
મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 4:30 વાગ્યે આ ફ્લાઈટ દ્વારા 276 લોકો પરત ફરતા જ એરપોર્ટ પર પહોંચતા જ CISFએ તેમની પૂછપરછ કરી હતી. સાથે જ મીડિયાના સવાલોથી બચવા માટે ઘણા લોકો દોડતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે. આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારતમાં આવશે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા. જેના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગણી કરી હતી.
PHOTOS | A charter plane carrying 276 passengers, mostly Indians, grounded in France for four days over suspected human trafficking, landed in Mumbai in the wee hours on Tuesday. pic.twitter.com/CPrtv8F2DS
— Press Trust of India (@PTI_News) December 26, 2023
શા માટે ફ્લાઈટ રોકવામાં આવી?
PHOTOS | A charter plane carrying 276 passengers, mostly Indians, grounded in France for four days over suspected human trafficking, landed in Mumbai in the wee hours on Tuesday. pic.twitter.com/CPrtv8F2DS
— Press Trust of India (@PTI_News) December 26, 2023ફ્રાન્સે રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટને ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરી દીધી હતી. વાસ્તવમાં, 22 ડિસેમ્બરે 303 ભારતીયો સાથે દુબઈથી નિકારાગુઆ માટે ઉડેલું વિમાન ઈંધણ ભરવા માટે વાટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઈટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.