26/11 મુંબઈ, 2008 આ એ તારીખ છે જેને યાદ કરીને આજે પણ દરેક ભારતીયનો આત્મા કંપી જાય છે. આ દિવસને ભારતના ઈતિહાસનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આજે પણ મુંબઈના લોકો તે દિવસને યાદ કરે છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જાય છે. મુંબઈ પરના આતંકવાદી હુમલાએ સૌને ચોંકાવી દીધા હતા. કેટલાક આતંકવાદીઓ દરિયા માર્ગે મુંબઈમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને બરાબર 15 વર્ષ થઈ ગયા છે.
ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં સિરિઝ રમી રહી હતી
લોકોને આજે પણ મને યાદ છે કે ઈંગ્લેન્ડ ભારતમાં શ્રેણી રમી રહ્યું હતું અને કેવિન પીટરસનની ટીમ આ આતંકવાદી ઘટનાથી હચમચી ગઈ હતી. કેવિન પીટરસનએ તેની આત્મકથામાં પણ આ વિશે લખ્યું છે, પરંતુ આપણે તેમની અને ઇંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરવી પડશે, જેણે ભારતમાં વિશ્વાસ જાળવી રાખ્યો અને થોડા સમય પછી પરત આવી અને બાકીની મેચો રમી હતી. આજે ભારતીય ક્રિકેટરોએ આતંકવાદી ઘટનાને યાદ કરી શહીદ થયેલા પોલીસકર્મીઓને સેલ્યૂટ કર્યું હતું.
15 દિવસ પહેલા ઈંગ્લેન્ડની ટીમ તાજ હોટલમાં રોકાઈ હતી
જ્યારે મુંબઈમાં 26/11નો હુમલો થયો ત્યારે કેવિન પીટરસનની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે હતી. ઈંગ્લેન્ડની ટીમ આતંકવાદી હુમલા પહેલા 15 દિવસ સુધી તાજ હોટલમાં રોકાઈ હતી. આ ઉપરાંત કેવિન પીટરસન વન ડે સીરીઝ બાદ ફરી એકવાર મુંબઈના તાજ પેલેસમાં રોકાવાનો હતો. કેવિન પીટરસને પોતે પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જોકે હુમલા બાદ ઈંગ્લેન્ડની ટીમ સ્વદેશ પરત ફરી હતી. પરંતુ બધુ નિયંત્રણમાં આવ્યા બાદ તે ફરી એકવાર ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી હતી. આજે પણ મહાન સુનીલ ગાવસ્કર એ નિર્ણય માટે ઈંગ્લેન્ડની ટીમના વખાણ કરે છે.
26/11ના રોજ ભારતીય ક્રિકેટરોની પ્રતિક્રિયા
હરભજન સિંહ
ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે એકવાર કહ્યું હતું કે, '26/11ના મુંબઈ હુમલાની વરસી પર પ્રતિબદ્ધતા અને બહાદુરીની અદમ્ય ભાવનાનું સન્માન! આપણી અને માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર નાયકોને હું સલામ અને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત આપણને પ્રેરિત કરે છે અને એક કરે છે.
સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનારા લોકો હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. સચિને કહ્યું, '26/11ને મુંબઈ અને ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. હુમલામાં જીવ ગુમાવનારા લોકો અને પ્રિયજનો હંમેશા અમારી પ્રાર્થનામાં રહેશે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ખરાબ સમયમાં લડનારા તમામ લોકો માટે મને ખૂબ પ્રેમ અને આદર છે. ભલે આપણે તેમનો કેટલો પણ આભાર માનીએ, તે ક્યારેય પૂરતું નથી.
વીરેન્દ્ર સેહવાગ 15 years ago on this day, one of the most ghastly terror attacks shook us. One of the greatest son of Bharat Maa,Veer Shaheed Tukaram Omble demonstrated exemplary courage and selflessness to catch Kasab alive. Forever indebted. Garv hai aise mahaan insaan par. #MumbaiTerrorAttack pic.twitter.com/yyaT0jcwjQ
— Virender Sehwag (@virendersehwag) November 26, 2023
15 years ago on this day, one of the most ghastly terror attacks shook us. One of the greatest son of Bharat Maa,Veer Shaheed Tukaram Omble demonstrated exemplary courage and selflessness to catch Kasab alive. Forever indebted. Garv hai aise mahaan insaan par. #MumbaiTerrorAttack pic.twitter.com/yyaT0jcwjQ
— Virender Sehwag (@virendersehwag) November 26, 2023
દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે કહ્યું, 'આજથી 15 વર્ષ પહેલા આજના દિવસે થયા એક ભયાવહ આતંકવાદી હુમલાએ આપણને હચમચાવી દીધા હતા. ભારત માતાના મહાન પુત્રોમાંના એક, વીર શહીદ તુકારામ ઓમ્બલેએ કસાબને જીવતો પકડવા માટે અનુકરણીય હિંમત અને નિઃસ્વાર્થતા દર્શાવી હતી. આવા મહાન માણસ પર ગર્વ છે.