દેશ જેમ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન પ્રદુષણનો બની રહ્યો છે. પ્રદુષણનો સ્તર ઓછો થાય તે માટે ઈલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે સુરત શહેરને આગામી સમયે ઈલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખવામાં આવશે.
ઈલેક્ટ્રિક વાહનોને ખરીદવા કરાયા પ્રોત્સાહિત
ગુજરાતમાં પહેલા પણ વાયુ પ્રદુષણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી વાયુ પ્રદર્શન પણ ઘટશે. સુરત મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રિક વાહનોને લઈ પોલિસી જાહેર કરી હતી. જેમાં અનેક સુવિધાઓ આપવાની વાત કરી હતી. ઈલેક્ટ્રિલ વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન ચાલકને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સ્થળો પર ચાર્જિગ પોઈન્ટ બનાવવામાં આવશે. આગામી સમયમાં દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવશે. 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હાલ સુરતમાં દોડી રહ્યા છે.
ઈલેક્ટ્રિક વાહનોને કારણે ઘટશે વાયુ પ્રદુષણ
રસ્તા પર અનેક ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. જો વધુ વાહનો વધશે તો વધારે ચાર્જિંગ પોઈન્ટ બનાવામાં આવશે. 25 જેટલા સ્થળો પર હાલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટની સહાયથી 200 અને 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે અને જેનો રેટ 14 રુપિયા આસપાસ રાખવામાં આવ્યો છે. જો રસ્તા પર વધારે ઈલેક્ટ્રિક વાહનો દોડશે તો પ્રદુર્ષણનો દર પણ ઘટી શકે છે. ક્વોલિટી ઈન્ડેઝમાં પણ સુધારો થઈ શકે છે.