જામનગરની પ્રખ્યાત સૂકી કચોરીના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયારનું હાર્ટ એટેકથી નિધન


  • Published By :
  • Published Date : 2023-11-29 22:54:12

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. આબાલવૃધ્ધ સૌ કોઈ હાર્ટએટેકની ઝપેટમાં આવી રહ્યા છે. સૌથી મોટી દુ:ખની બાબતો એ છે કે હ્ર્દયરોગ નવલોહિયા યુવાનોને પણ ભરખી રહ્યા છે. દરરોજ હાર્ટએટેકથી મોતના સમાચારો આવતા રહે છે. આજે જામનગરના જાણીતા જૈન વિજય ફરસાણના યુવાન વેપારીનું આંચકી આવ્યા બાદ નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં તેમના મોત પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સુમિત પઢીયારના મોતથી શોકનો માહોલ 


જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24) આજે પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે જ તેમને અચાનક જ આંચકી શરૂ થઈ ગઈ અને પછી ઢળી પડ્યા હતા. જેથી પેઢીમાં હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા હતા.સુમિત પઢીયારના અચાનક અવસાનથી વેપારી આલમમાં પણ શોક જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકના કારણે સુમિત પઢીયારનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.


શહેરમાં હાર્ટ એટેકથી મોત વધ્યા


જામનગરમાં પણ હાર્ટએટેકથી મોતની સંખ્યા વધી રહી છે. થોડાસમય પહેલા જ જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની તબિયત અચાનક બગડી જતા મોત નીપજ્યુ હતું. પરિવારજનોનો દાવો છે કે, દીકરો યોગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો હતો. તે જ પ્રકારે જામનગર શહેરમાં 24 વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મોત નિપજયું હતું.  સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર 24 વર્ષના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. 24 વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?