24 વર્ષની બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ કહ્યું દુનિયાને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-20 18:23:15

ફિલ્મ જગતમાંથી એક બાદ દુ:ખી કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. અનેક કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ગઈ કાલે બોલિવુડની પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું હતું. ત્યારે આજે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર આવ્યા છે. બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું નિધન થયું છે. 

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું નિધન - bengali actress Aindrila Sharma  death – News18 Gujarati

કેન્સર સામેની જંગ જીતી ગયા 

24 વર્ષની વયે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એંડ્રિલા શર્માનું મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું હતું. છેલ્લા ઘણા દિવસથી એન્ડિલા શર્માની હાલત ખરાબ હતી. દિવસેને દિવસે તેની પરિસ્થિતિ નાજુક થઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 15 નવેમ્બરના રોજ તેમને હાર્ટ એકેટ આવ્યો હતો જે બાદ તેમની તબિયત વધુ ખરાબ થતી જઈ રહી હતી. ઘણાં દિવસોથી તેઓ કોમામાં હતા. તબિયત વધારે ખરાબ થતા તેમને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું. અને જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. થોડા સમય પહેલા જ તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર નીકળ્યા હતા. અચાનક તેમની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ઉઠ્યો છે.  




વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?