હાઈ-સ્પીડમાં જતા વાહનો પર નિયંત્રણ રાખવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 2142 કેમેરા લગાવાશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-07 14:11:26

ઓવર સ્પીડ હોવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઓવર સ્પીડ કરનાર પર નિયંત્રણ રાખવા તેમજ તેમને ટ્રેસ કરી મેમો ફાડવા અંગે તંત્ર વિચાર કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસની મદદથી CCTv કેમેરા મેન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રોજેક્ટમાં અંદાજીત 2142 જેટલા કેમેરા જોઈએ છે જે હાઈ સ્પીડમાં ચાલતા વાહનોના HSRP નંબર પ્લેટ ટ્રેસ કરી મેમો ફાડી શકે. 

Cctv Traffic Camera In Ahmedabad - Dealers & Traders

હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા માટે ટેન્ડર બહાર પડાયા  

આજ કાલ હાઈ સ્પીડમાં વાહનો ચલાવી લોકો સ્ટંટ કરતા હોય છે. તેમના વાહનની ઓવર સ્પીડને કારણે અનેક વખત અકસ્માત પણ થાય છે. અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવા લોકો પર નિયંત્રણ રાખવા તેમજ દંડ કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. જે મુજબ કંપનીને 5 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે. અત્યારે પણ ચાર રસ્તાઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે માત્ર નિયમનો ભંગ કરનાર વાહનને જ ટ્રેસ કરી શકે છે. તંત્ર એવા કેમેરા લગાવવા માગે છે કે જે ઓવર સ્પીડમાં ચાલતા વાહનોની નંબર પ્લેટ ટ્રેસ કરી ઈ- મેમો પણ જનરેટ કરે. કેમેરા મોનિટરિંગ માટે પણ અનેક પગલા લેવાયા છે. પાલડી અને દાણીપીઠ ખાતે મોનિટરિંગ સ્ટેશન પર વ્યવસ્થા ઉભી કરાશે.         




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...