21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ..એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી..


  • Published By :
  • Published Date : 2025-02-20 18:37:14

આજે 20 ફેબ્રુઆરી છે એટલે આવતી કાલે થશે 21 ફેબ્રુઆરી...

તમને થશે આ બેન કેમ આવી નાના છોકરા જેવી વાત કરે છે, સારુ ઠીક છે ચલો કે તમને કાલે 21 ફેબ્રુઆરી છે એવી ખબર છે પણ દર વર્ષે એ 21 ફેબ્રુઆરીએ શું હોય છે એની બહુ ઓછા લોકોને ખબર હશે, જી હાં તો એ 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...એ માતૃભાષા કે જેમાં કાલીઘેલી વાતો કરીને તમે તમારુ નાનપણ વિતાવ્યુ છે, એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી અને એ માતૃભાષા કે જેમાં તમારી લાગણીઓ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય. 

આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે. આવો જ પ્રેમ દર્શાવવા આવતી કાલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિશ્વ માતૃભાષા દિવસની એક વિશેષ ઉજવણી થઈ રહી છે. 

આ કાર્યક્રમનું શિર્ષક છે, "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર" ગુજરાતી ભાષાનાં એવા રસિકો અને સાહિત્યકારો કે જેઓ શારીરિક રીતે અક્ષમ છે તેમને સમર્પિત આ કાર્યક્રમ છે. 

પંડિત સુખલાલજી


કાર્યક્રમમાં 10 અક્ષમિત ભાષાપ્રેમીઓ કવિતાઓ વાંચશે અને વાર્તાઓ કહેશે અને તેમની સાથે ગુજરાતી ભાષાનાં બે ઉત્તમ સર્જકો રઘુવીર ચૌધરી તથા યોગેશ જોશી પણ કવિતાઓ વાંચશે.


કાર્યક્રમ: "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર"


સ્થળ અને સમય: 21/2/2025 સાંજે 5 વાગ્યે રા.વિ.પાઠક સભાગૃહ

 


પ્રિય માતૃભાષા,

તારા શબ્દોમાં જે સાર મળે ...

બોલતાંની સાથે જે પ્રતિસાદ મળે...

તારા સ્વરથી જે સંગીત સર્જાય...

હૃદયમાં એક ઉમંગ અનુભવાય....

વિસરે ભલે બીજું બધુંય

છતાં માતૃભાષા ના વિસરાય...

તારી ભાષાનો જો મર્મ સમજાય ...

જે અભિવ્યક્તિ તુજ થકી કરું 

જે વાંચન તુજમાં કરું...

મારી માતૃભાષા તુજને હું વંદન કરું.

                                           ~પૂર્વી પુજારા




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.