કોરોનાકાળમાં તમામ સ્કૂલ અને કોલેજ બંધ હતા શિક્ષણ ઓનલાઇન હતું. પરંતુ હવે સ્કૂલ ફરીથી શરૂ થઈ ગઈ છે અને સ્કૂલ કોલજ પણ ઓફલાઇન મોડમાં શરૂ થઈ ગઈ છે. સ્કૂલો શરૂ થયા બાદ પરીક્ષા પણ ઓફલાઈન લેવાઈ હતી. ત્યારે હવે રાજ્ય સરકારે આવતીકાલ 20 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. 21 દિવસ બાદ ફરીથી સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.
દિવાળીનું વેકેશન શરૂ
20 ઓક્ટોમ્બરથી શૈક્ષણિક કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. અને આ વેકેશન 21 દિવસનું હશે. જે 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન ચાલશે.ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે. અગાઉ 2 વર્ષ દરમિયાન કોરોનાને કારણે અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં ચાલી રહ્યો હતો.પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઓફલાઇન અભ્યાસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ વેકેશન મળશે. વેકેશન પૂરું થતા જ સ્કૂલોમાં નવું સત્ર પણ શરૂ થશે.
વેકેશન બાદ પરીક્ષા
ગુજરાત બોર્ડની સ્કૂલોમાં તાજેતરમા જ પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થઈ. ત્યારે હવે દિવાળી વેકેશન પૂરું થતા બીજું સત્ર શરૂ થશે. કોલેજમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ સેમેસ્ટર- 5,3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે.