નવરાત્રીનો પર્વ એટલે માતાજીની આરાધનાનો તહેવાર , શક્તિની ઉપાસનાનો તહેવાર અને લોકો અલગ અલગ રીતે તેને બનાવે છે .. લોકો માંને રિજવવા અલગ અલગ રીતરહી ગરબા રમતા કે કરતાં હોય છે.
ત્યારે અમદાવાદની એક મોળમાં પરંપરાગત રીતે ગરબા થાય છે. જે પરંપરા 206 વર્ષ જૂની છે શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. અહીં રહેતા પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને એટલે કે સાડી પહેરીને આઠમની રાતે ગરબે ઘૂમે છે અને આ નવરાત્રિમાં પણ આ પરંપરા અકબંધ રહી છે.
કયા સમાજઆ પરંપરા જાળવી રહ્યા છે ?
206
વર્ષ જૂનીઆ પરંપરાનું પાલન બારોટ સમાજ કરે છે અહી પોળમાં બારોટ સમાજના પુરુષો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે. જેમાં તે લોકો માતાની માનતા રાખે છે અને પૂર્ણ થતાં મહિલાના
વસ્ત્રો પહરી ગરબે ઘુમે છે.