કોંગ્રેસના 2 ધારાસભ્યોને ત્યાં દરોડા,બે કરોડ રોકડા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-08 19:02:25

ઝારખંડના બે કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સહયોગીઓ સહિત કેટલાક ઉદ્યોગપતિઓ પર દરોડા પાડ્યા પછી, આવકવેરા વિભાગે 100 કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારો અને રોકાણોનો પર્દાફાશ કર્યો છે. CBDTએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 4 નવેમ્બરના રોજ ઝારખંડમાં રાંચી, ગોડ્ડા, બર્મો, દુમકા, જમશેદપુર, ચાઈબાસા, બિહારના પટના, હરિયાણાના ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 50 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રૂ. 2 કરોડની રોકડ પણ રિકવર કરી હતી, જેની ગણતરી મશીનો દ્વારા કરવામાં આવી હતી.


ઇન્કમટેક્સે કોંગ્રેસના બે ધારાસભ્યોના સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું, જેમની ઓળખ અધિકારીઓએ કુમાર જયમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ તરીકે કરી હતી. બર્મો સીટના ધારાસભ્ય, જૈમંગલે રાંચીમાં તેમના નિવાસસ્થાનની બહાર મીડિયા સાથે વાત કરતા, પણ કાર્યવાહીની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. JVM-P સાથે અલગ થયા બાદ પ્રદીપ યાદવ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ હાલમાં જેએમએમ સાથે શાસક ગઠબંધનનો ભાગ છે, જેનું નેતૃત્વ હેમંત સોરેન કરી રહ્યા છે.

સીબીડીટીના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે કોલસાના વેપાર, પરિવહન, સિવિલ કોન્ટ્રાક્ટર, આયર્ન ઓરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ એ બે ધારાસભ્યોમાં સામેલ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ પ્રદીપ યાદવ ઝારખંડ વિકાસ મોરચા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને પોડાઈહાટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?