છેલ્લા ઘણા સમયથી વિમાનમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પ્લેનમાં મુસાફરી કરતો પેસેન્જર કોઈ વખત સિગરેટ પીતો જોવા મળે છે તો કોઈ વખત મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન કરવાનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે પ્લેનમાં મુસાફરી કરતા બીજા યાત્રિકોના જીવનને જોખમમાં મૂકી દીધા હતા. એક વ્યક્તિએ પ્લેનનો ઈમરજન્સી ગેટ હવામાં ખોલી દીધો હતો. જેને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું.
ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે ખોલી દીધો ઈમરજન્સી ગેટ!
પ્લેનમાં થતી ઘટનાઓ અનેક વખત હેડલાઈન્સ બની જતી હોય છે. એવી અનેક ઘટનાઓ હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતી હોય છે. વિમાનમાં મુસાફરી કરતા લોકો ઘણી વખત બીજા લોકોના જીવ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની એક ફ્લાઈટમાં એક પેસેન્જરે 650 ફીટની ઉંચાઈ પર વિમાન ઉડી રહ્યું હતું તે દરમિયાન ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. ઈમરજન્સી ગેટ ખુલવાને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પ્લેન સુરક્ષિત લેન્ડ થઈ ચૂક્યું છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ગેટ ખોલનાર યાત્રી પોલીસ કસ્ટડીમાં!
મળતી માહિતી અનુસાર આ ઘટના એશિયાના એરલાઈન્સની એરબસ A321-200માં બની છે. આ પ્લેનમાં 200 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પેસેન્જરે જ્યારે ગેટ ખોલ્યો ત્યારે પ્લેન અંદાજીત 650 ફીટની ઉંચાઈ પર હતું. ઈમરજન્સી એક્જિટ પાસે બેઠેલા પેસેન્જરે અચાનક જ ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જેને કારણે ફ્લાઈટનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અચાનક ગેટ ખુલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરો બૂમો પાડી રહ્યા હતા. પેસેન્જરે આ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો હતો. પ્લેનનું સેફ લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ પેસેન્જરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે ગેટ ખોલનાર વ્યક્તિને પકડી દીધો છે.