શાળા એટલે વિદ્યાનું ધામ. મા બાદ જીવન અને શિક્ષણના પાયાની મજબૂતાઈ શાળામાં થતી હોય છે. તેવામાં અમદાવાદના છેવાડાની CBSE સ્કૂલમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની ફરિયાદ થઈ રહી હતી. ફરિયાદ બાદ અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
એક વિદ્યાર્થી પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ, ઈ-સિગારેટ મળી
જ્યારે શાળામાં સમગ્ર મામલે કામગીરી તપાસ કરવામાં આવી ત્યારે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી. 17 વર્ષના છોકરા પાસેથી ડ્રગ્સની પોટલી પણ મળી હતી અને ભારતભરમાં પ્રતિબંધ છે તેવી ઈ-સિગારેટ મળી હતી. સ્કૂલનું નામ ખરાબ ના થાય તેના કારણે સ્કૂલે મામલો બહાર આવવા દીધો ના હતો અને મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.