સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા 2 શ્રમિકોના મોત, એક સારવાર હેઠળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:08:39

Story by Samir Parmar

સુરત શહેરના પીપલોદના SVNIT વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો ગૂંગળાઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણમાંથી બે શ્રમિકોના ગૂંગળાઈ જતાં મોત થયા છે. ગટરમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનની આ ઘટના છે. ત્રણેયને ગૂંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બે લોકોના નિધન થયાની પુષ્ટિ કરી હતી જ્યારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 


કાલે કોઈ બીજો મરશે... પણ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે

ગુજરાત સહિત દેશમાં આવી ઘટનાઓ અવાર-નવાર ઘટતી રહે છે. આજની આ ઘટના આપણા માટે નવી નથી. બે દિવસ સમાચાર ચાલશે પણ સમાધાન કંઈ નહીં આવે. સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે. આ સમસ્યાના કારણે કાલે કોઈ નવા વ્યક્તિનું ગૂંગળાઈને મોત થશે. ગટર સાફ કરતા લોકો તો મરતા જ રહે છે. તેમને કોઈ સુરક્ષા માટેના સાધનો નથી આપવામાં આવતા, સુરક્ષાના સાધનો વગર કૂદકો મરાવીને મોતના મોઢામાં ઉતારી દેવામાં આવે છે. જેના પરિણામે આવી ઘટનાઓ ઘટે છે. આ લોકો રોજનું કરીને ખાવાવાળા લોકો છે. તેમના પરિવારના લોકોનું શું? આ શ્રમિકોનું માર્ગ અકસ્માત થયું હોત તો વાત અલગ હતી પણ તંત્રની બેદરકારીના ભોગથી મોતને ભેટ્યાં છે. નેતાઓના બંગલા બની જાય છે, રાજકીય પક્ષોના ભવ્ય કાર્યાલયો ઉભા થઈ જાય છે પણ હદ કહેવાય કે સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ રહી જાય છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.