ઉઝબેકિસ્તાનમાં પણ ગાંબિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 18 બાળકોના મોત થઈ ગયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે ભારતની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે 18 બાળકોના મોત થયા છે. આ અગાઉ ગાંબિયા દ્વારા પણ આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારતની ફાર્માસ્યુટિક્લ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 66 બાળકોના મોત થયા છે.
ભારતની ફાર્મા કંપની પર લગાવ્યો આરોપ
કફ સિરપ પીવાને કારણે અનેક બાળકોના મોત થઈ રહ્યા છે તેવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાંજીયામાં ભારતની ફાર્મા કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કરતા 66 બાળકોની મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આવી જ એક ઘટના ઉઝ્બેકિસ્તાનમાં બની છે. ઉઝ્બેકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ફાર્મા કંપની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કર્યા બાદ બાળકોના મોત થયા છે.
WHOએ આપી સહયોગ કરવાની ખાતરી
આવી ઘટના બનવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉજ્બેકિસ્તાનને ખાતરી આપી છે કે તે ઉજ્બેકિસ્તાનની મદદ કરશે. ઉપરાંત આ ઘટનાને લઈ તપાસ પણ કરાવશે તેવી ખાતરી WHOએ આપી છે.