હાર્ટ એટેકના કિસ્સાઓ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. નવરાત્રીમાં જ 36 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. રોજે સમાચાર હાર્ટ એટેકના સામે આવી રહ્યા છે. આજે પણ એવા જ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોતના કિસ્સાઓ નોંધાયા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થાય છે. ભાવનગરમાં 17 વર્ષના કિશોરને હાર્ટ એટેક આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત થવા એ એક ચિંતાનો વિષય છે. ન માત્ર ભાવનગરમાં પરંતુ અનેક જગ્યાઓથી પર આવા કિસ્સાઓ બન્યા છે.
17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત
નવરાત્રી દરમિયાન અને તેની પહેલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રાજકોટમાં પણ 45 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રામ પાર્કમાં રહેતા મનીષ રાખોલીયા રાત્રે સૂઈ ગયા પરંતુ તે સવારે ઉઠ્યા નહીં. ઉંઘમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ખેડાના વતની અને વડોદરામાં રહેતા મિનેશ જેઠવા નામના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તેઓ 47 વર્ષના હતા. મળતી માહિતી અનુસાર તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેમના પરિવારજન તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.
નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા
મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળરૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પણ ગરબા કરતા કરતા લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા છે. ત્યારે આજે પણ અનેક લોકોના મોત હૃહય હુમલાને કારણે થયા છે. તે પહેલા પણ હાર્ટ એટેકના કિસ્સાઓ અંગે આપણે વાંચ્યું છે અને સાંભળ્યું છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા ગરબા કરતા મોતને વ્હાલું થઈ રહ્યું છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ કસરત કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ જામનગરથી આવા સમાચાર સામે આવ્યા હતા. તેની પહેલા પણ આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે.
વધતા હાર્ટ એટેકનું કારણ જાણવા સરકારે કમિટીની કરી રચના
યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ગંભીરતાથી લેવામાં આવે તે માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તે બાદ કોરોના વેક્સિનને લઈ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને તપાસ કરવા વિનંતી કરી હતી. ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. હાર્ટ એટેકના કારણોને જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટીની રચના કરી છે. યુ.એન.મહેતાના ચિરાગ દોષીની અધ્યક્ષતામાં આ અંગે તપાસ થશે. મળતી માહિતી અનુસાર આ કમિટીમાં જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે, તેમજ પૂજાબેનને સામેલ કરવામાં આવ્યા છે, ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.