મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર સોમવાર રાત્રે એવી ઘટના બની જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને અડફેટે લઈ લીધી. આ અકસ્માતને પગલે 5 મહિલાઓના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા જ્યારે બાકી મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પુણેથી 50 કિલોમીટર દૂર આવેલા શિરોલી ગામમાં બની હતી.
ઘટનામાં થયા 5 મહિલાઓના મોત
અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. હાઈવે પર અકસ્માતો મુખ્યત્વે થતા હોય છે. ત્યારે સોમવાર રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને લપેટામાં લઈ લીધી હતી. આ ઘટનામાં પાંચ મહિલાના મોત થયા છે. આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મહિલાના ઘટના સ્થળ પર મોત થયા છે જ્યારે 3 મહિલાઓના મોત સારવાર દરમિયાન થયા છે. આરોપી વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.
એસયુવીએ મહિલાઓને મારી ટક્કર
મળતી માહિતી અનુસાર આ બધી મહિલાઓ કામ પરથી પરત આવી રહી હતી. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યે બની હતી. પોતાનું કામ કરી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન ખરપુડી ફાટા પર ઉતરી હતી. આ સમય દરમિયાન રસ્તા ક્રોસ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુણેથી આવી રહેલી એસયુવીએ મહિલાને જોરદાર ટક્કર મારી હતી.