રાજ્યમાં એકસાથે 17 આઇપીએસની બદલી થઈ ગઈ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-24 16:23:52



ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બદલીની મોસમ આવી ગયો છે આજે દિવાળીના દિવસે કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ છે ગૃહવિભાગના અધિકારો ની બદલી થઈ છે.એક સાથે 17 સીનીયર IPS ની બદલી કરવામાં આવી છે.


ગુજરાતમાં ચૂંટણીની તૈયારીયો થઈ રહી છે .ત્યારે ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ બેડાથી માંડીને મહેસૂલ વિભાગ સુધી રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ  આપવામાં આવ્યા છે. અમદાવાદને ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં નવા અધિકારીઓ મળ્યા છે.



રાજ્યના 17 આઈપીએસની બદલી


ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન

રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ

અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી

ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેન્જ

પિયુષ પટેલને સુરત આઈજીપી રેન્જ બનાવાયા

મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેન્જ બનાવાયા

સંદીપસિંહની બદલી વડોદરા રેન્જ આઈજીપી તરીકે

ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેન્જ બનાવાયા

ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત

નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર

અશોક યાદવને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા

એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ

મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર

એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત

સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ

આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર

કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?