13 કરોડનું મશિન વસાવ્યું પણ MRI કરાવવો હોય તો પ્રાઈવેટમાં જવાનું! સરકારી રૂપિયાનો ઉંધો વહિવટ સમજો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-14 14:37:35

થોડા દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પહેલા જામનગર અને પછી રાજકોટ. રાજકોટમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા સારવાર માટે ખસેડાયા. તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. આ ઘટનાની સાથે સાથે એક બીજી ઘટના પ્રકાશમાં આવી. જામનગરમાં જે સરકારી હોસ્પિટલમાં રાઘવજી પટેલને રાખવામાં આવ્યા હતા ત્યાં એમઆરઆઈ મશીન બંધ હતું. અંદાજીત 13 કરોડના ખર્ચે મશિન હોસ્પિટલમાં વસાવવામાં આવ્યું હતું પરંતુ તે બંધ હાલતમાં હતું જ્યારે હોસ્પિટલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ છે.

13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા MRI Machine! 

હોસ્પિટલ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સરકારે એક ખાનગી રેડિયોલોજી ડિપાર્ટમેનન્ટ સાથે એમઓયુ કરેલા છે. સમજોતા હેઠળ જ્યારે કોઈને ત્યાં રિફર કરવામાં આવે છે ત્યારે તે ફ્રીમાં એમઆરઆઈ કરે છે. જી.જી.હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન એક વર્ષ પહેલા આવ્યું એ પણ 13 કરોડના ખર્ચે. એમઆરઆઈ મશીનને ઈન્સ્ટોલ કરવામાં આવે તે બાદ તે અનેક વર્ષો સુધી ચાલતું હોય છે. 13 કરોડ રૂપિયા સરકારે ખર્યા છે. એટલે એ એમઆરઆઈ મશીન ચાલવું જ જોઈએ. જો નથી ચાલતું તો સરકારની જવાબદારી છે કે મશીન કેમ નથી ચાલતું તે જાણે. ટેક્નિશિયનને લાવીને રિપેર કરે. 


સરકારે કર્યો છે એમઓયુ!

એમઆરઆઈ માટે દર્દીને ભલે પૈસા નહીં આપવા પડતા હોય જ્યારે તે કોઈ બીજા જગ્યાએ જાય છે. પણ એ જે રેડિયોલોજી કંપની છે તે શું એટલી દાનવીર કંપની છે કે પૈસા નથી લેતા? તો જવાબ છે ના... દર્દીને ભલે પૈસા નથી આપવા પડતા પરંતુ એમઓયુ હેઠળ સરકાર તે કંપનીને પૈસા ચૂકવે છે. જેની સાથે કોન્ટ્રાક્ટ થાય છે તેને પૈસા ચૂકવવામાં આવે છે. સરકાર 13 કરોડનું મશીન પણ લાવે છે, પ્રાઈવેટ વાળાને પણ પૈસા આપે છે. મશીન હોવા છતાંય કોઈ બીજી જગ્યાએ જઈ રિપોર્ટ કરાવો પડતો હોય છે. બીજી જગ્યાએ સરકારે પૈસા ચૂકવવા પડતા હોય છે તો તે પૈસા સરકાર ના નથી તે પૈસા આપણા છે! સરકારના પૈસા આવી રીતે જ્યારે જ્યારે બરબાદ થાય છે ત્યારે તે પૈસા સરકારી નાણા કોઈ મંત્રીઓના ખિસ્સામાંથી નથી જતા પરંતુ તે આપણા પૈસા છે. 


બજેટ નાગરિકોના પૈસા પરથી બને છે!

આરોગ્ચ પાછળ વિશાળ બજેટ ફાળવવામાં આવે છે તે ફળવાયેલા પૈસા આપણા ટેક્સમાંથી આવે છે! સરકાર પાસે વિશાળ બજેટ હોય છે તેના નાણા આપણા પૈસામાંથી આવે છે. આપણે નાણા તેમને સાચવવા આપીએ છીએ, એવી આશા સાથે આપીએ છીએ કે તે પૈસાથી આપણને સારૂં શિક્ષણ મળશે, સારૂં સ્વાસ્થ્ય મળશે..!પ્રજાના નાણાનું વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થાય, તે પૈસા સારી રીતે મેનેજ થાય તે સરકારની જવાબદારી છે. પૈસા મળ્યા બાદ સરકારના નેતાઓ સમજે છે કે તે ગમે તે કરી શકે છે. 


13 દિવસ કરતા વધારે દિવસ મશીન બંધ હતું! 

જામનગરનું નસીબ જોવું કે આટલું વિકસીત શહેર હોવા છતાંય એક વર્ષ પહેલા આવેલું 13 કરોડનું મશીન બંધ હાલતમાં પડ્યું છે. 13 દિવસથી વધારે દિવસો થઈ ગયા મશીનને બગડે તો પણ હજી સુધી રિપેર નથી કરવામાં આવ્યું. આ તો મંત્રી હતા પ્રાઈવેટ હોસ્પિટલના ખર્ચને ઉઠાવી શકતા હતા પરંતુ સામાન્ય માણસની, ગરીબ પરિવારમાં આવતો માણસ પ્રાઈવેટ હોસ્પિટલના ખર્ચાને ના ઉપાડી શકે. અપેક્ષા એટલી કે નાગરિકને લગતા પ્રાઈમરી મુદ્દાઓ છે તેને સરકારી લોકો ગંભીરતાથી લે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?