ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી


  • Published By :
  • Published Date : 2022-11-02 19:26:51

બદલીના આદેશ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 12 IPS અધિકારીની બદલીના આદેશ આપી દેવાયા છે. નોટિફિકેશનમાં લખાયું છે કે જાહિર હિતને ઘ્યાનમાં રાખીને તરત બદલીના આદેશ અપાયા છે. તમામ અધિકારીને આજથી જ તેમની સેવામાંથી મૂક્ત કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીમાં નવો હોદ્દા પર હાજર થવા આદેશ આપી દીધા છે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં નવી જગ્યા પર હાજર થયા બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરવાનું રહેશે 


1. IPS એન. એન. ચૌધરીની અમદાવાદ શહેર ટ્રાફિકના એડિશનલ કમિશનર પદે બદલી 

2. IPS એ. જી. ચૌહાણની પોલીસ એકેડમી કરાઈ ખાતે પ્રિન્સિપાલના પદે બદલી 

3. IPS આર. ટી. સુસારાની હજીરા મરિન ટાસ્ક ફોર્સ ખાતે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ બનાવ્યા 

4. IPS ઉષા રાડાની રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-11, વાવ, સુરત પદે બદલી.

5. IPS હર્ષદ કે. પટેલની પોલીસ અધિક્ષક (M.T.), ગાંધીનગરની ખાલી પડેલી ભૂતપૂર્વ સંવર્ગની જગ્યા પર નિમણૂક

6. IPS મુકેશ એન. પટેલની સીઆઈડી ગાંધીનગરમાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પદે નિમણૂક કરાઈ

7. IPS પિનાકિન પરમારની સુરત ઝોન-3માં ડીસીપી પદે નિમણૂક 

8. IPS બળદેવસિંહ વાઘેલાની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પદે નિમણૂક

9. IPS કોમલબેન વ્યાસને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર 

10. IPS ભક્તિ કેતન ઠાકોરની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 1 સુરત શહેર

11. IPS કેતન દેસાઈની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ

12. IPS હેતલ પટેલની (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે જોકે ફરી એક વાર IPS અધિકારીઓની બદલીઓ કરવમાં આવી છે હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?