આફ્રિકન ચિત્તાનું બીજું કેન્સાઈનમેન્ટ આજે એટલે 18 ફેબ્રુઆરીએ ભારત આવી પહોચ્યું છે.દક્ષિણ આફ્રિકાથી આવેલા આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. પાંચ મહિના પહેલા આઠ ચિત્તા ભારત આવ્યા હતા ત્યારે ફરી એક વખત 12 ચિત્તાઓ ભારત આવી પહોચ્યા છે.
#WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan releases the second batch of 12 Cheetah brought from South Africa, to their new home Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/uQuWQRcqdh
— ANI (@ANI) February 18, 2023
ભારત આવી પહોંચ્યા 12 ચિત્તાઓ
#WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan releases the second batch of 12 Cheetah brought from South Africa, to their new home Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/uQuWQRcqdh
— ANI (@ANI) February 18, 2023દક્ષિણ આફ્રિકાથી આવેલા 12 ચિત્તાઓ મધ્યપ્રદેશ પહોંચી ગયા છે. ભારતીય વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટમાં ચિત્તાઓને લવાયા હતા. ભારતમાં ચિત્તાઓને પુનસ્થાપિત કરવા માટેના આંતર સરકારી કરારના ભાગરૂપે શુક્રવારે ભારત આવવા માટે રવાના થઈ ગયા હતા. આ ચિત્તાઓને નામીહિયાના આઠ ચિત્તાઓ સાથે રાખવામાં આવશે. ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે ટ્વિટ કરી કહ્યું હતું કે 12 ચિત્તાઓએ ભારતની યાત્રા શરૂ કરી છે. તે શનિવાર સુધીમાં પહોંચી જશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા તેમને નેશનલ પાર્કમાં છોડવામાં આવશે.