દેશમાં અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો થઈ રહ્યો છે. દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક અકસ્માત મધ્યપ્રદેશના બેતુલ અમરાવતી સ્ટેટ હાઈવે પર બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. આ 11 લોકોમાં 6 પુરૂષો , 3 મહિલાઓ અને બે બાળકો સામેલ છે. આ ઘટનાની જાણ થતા પીએમ મોદીએ વળતર આપવાની જાહેરાત કરી છે.
11 લોકોના થયા મોત
ગુરૂવારની રાત્રે અંદાજીત 2 વાગ્યાની આસપાસ બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે નજીક બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રમિકોના મોત થયા છે. ગાડીમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ગાડીનો ડ્રાઈવર બચી ગયો છે. કાર ચાલકના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવ કરતી વખતે તેને ઉંઘ આવી ગઈ હતી. ઊંઘનું જોકું આવી જતા કાર બસ સાથે અથડાઈ ગઈ હતી. ગાડી અથડાવાને કારણે 11 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા.
પીએમ મોદી અને શિવરાજસિંહ ચૌહાણે દુ:ખ વ્યક્ત કર્યું
આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમએ પોતાની સંવેદના વ્યક્ત કરી વળતર રકમ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને 2-2 લાખ આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટ કરી તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.