1. મોદીને સવાલ પૂછનાર પત્રકારને ઓનલાઇન હેરેસમેન્ટ?
પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં સબરીના સિદ્દીકી નામની ધ વોલસ્ટ્રીટ જર્નલ નામની પત્રકારે પીએમ મોદીને એક સવાલ પૂછ્યો હતો કે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ થઇ રહ્યો છે... સરકારના ટીકાકારોને ચૂપ કરાવી દેવામાં આવે છે.. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જાળવી રાખવા તમારી સરકાર શું પગલા લઇ રહી છે.. પીએમ મોદીએ તો તેના જવાબમાં કહ્યું કે ભારતમાં લોકતંત્ર છે અને ભેદભાવને કોઇ સ્થાન નથી..જો કે પીએમ મોદી વિઝિટ પતાવીને ભારત પાછા આવી ગયા છે.. પરંતુ તેમને સવાલ કરનાર આ પત્રકાર સબરીના સિદ્દીકી ઓનલાઇન હેરાનગતિનો શિકાર બની રહી છે.. જે અખબાર માટે તે કામ કરે છે.. વોલ સ્ટ્રીટ જનરલ તે અખબારે વ્હાઇટ હાઉસને ફરિયાદ કરી હતી કે ભારતના લોકો તેને ટાર્ગેટ કરી રહ્યા છે અને ઓનલાઇન માનસિક ત્રાસ તેને આપવામાં આવી રહ્યો છે.. વ્હાઇટ હાઉસે કહ્યું કે આ સ્વીકાર્ય નથી.. આ મામલે તપાસનું આશ્વાસન આપ્યું હતું..
2. મોદીના સ્ટેટ ડિનરમાં આમંત્રિત બિઝનેસમેનનું મોત
પીએમ મોદી સાથે વ્હાઇટ હાઉસના ડિનરમાં ભારત અને અમેરિકાના ઘણા ઉદ્યોગપતિઓ જોડાયા હતા..જેમાં એક અમેરિકન બિઝનેસમેન જેમ્સ ક્રાઉન પણ હતા.. આ જેમ્સ ક્રાઉનનું એક રોડ એક્સીડન્ટમાં મૃત્યુ થયું છે.. તેઓ એ દિવસે તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા અને તે જ દિવસે તેઓ એક્સીડન્ટનો ભોગ બન્યા અને તેમનું નિધન થયું..
3. વાગનર બળવા પછી સામે આવ્યા પુતિન
રશિયામાં વાગનર ગૃપનો વિદ્રોહ શાન્ત પડ્યા બાદ પહેલીવાર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દેશને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે વાગનર આર્મીના સૈનિકોના વખાણ કર્યા હતા.. અને કહ્યું કે પશ્ચિમના દેશો ઇચ્છે છે કે રશિયન લોકો એકબીજા સાથે લડે.. વાગનર આર્મીના સૈનિકો સાચા દેશભક્તો છે.. પરંતુ કેટલાક લોકોએ તેમને અંધારામાં રાખ્યા અને તેમના જ ભાઇઓની સામે લડતા કરી દીધા.. એ ભાઇઓ કે જેમની સાથે અત્યાર સુધી તેઓ ખભેખભા મિલાવીને લડ્યા હતા.. વાગનર આર્મીના સૈનિકોએ રશિયન સેનામાં જોડાવું જોઇએ. આ સંબોધન બાદ પુતિને યુક્રેનમાં વાગનર કેમ્પ પર હુમલામાં માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી..
4. પશુપતિનાથ મંદિરમાંથી 11 કિલો સોનું ગાયબ
નેપાળના વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી 11 કિલો સોનું ગાયબ થવાની ચર્ચા થઇ રહી છે.. નેપાળની સંસદમાં પણ આ મામલો ઉઠાવવામાં આવ્યો છે..નેપાળમાં એન્ટી કરપ્શન યુનિટ તેની તપાસ કરી રહી છે.. નેપાળી કોંગ્રેસના સાંસદ પ્રદીપ પૌડેલે નિવેદન આપ્યું હતું કે ઘટનાને કારણે આખા દેશની બદનામી થઇ રહી છે.. આ ઘટના ખરેખર તો વર્ષ 2021માં બની હતી.. તે દરમિયાન કેપી શર્મા ઓલી વડાપ્રધાન હતા તે સમયે પણ સંસદમાં તપાસની માગ મેં કરી હતી પરંતુ મામલો દબાવી દેવામાં આવ્યો..
5. સેનાના જ અધિકારીઓએ જ ફેલાવી હિંસા?
9 મેના રોજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ મામલે ધરપકડ થયા બાદ આખા દેશમાં હિંસાની ફેલાઈ અને પાકિસ્તાનની સેનાએ આ મામલે તપાસ કરી રહી હતી અને આ તપાસમાં સેનાના કેટલાક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી હતી. આ તમામ અધિકારીઓને સેનામાંથી કાઢી મુકાયા છે અને તેમનું કોર્ટ માર્શલ પણ કરવામાં આવશે. પાકિસ્તાની સેનાના મિડિયા વિંગના અધિકારીએ માહિતી આપી હતી કે ઇમરાન ખાનની પણ ધરપકડ કરવામાં આવશે.
6. વીજળી પડવાથી 10 લોકોના મોત
પાકિસ્તાનના પૂર્વ પંજાબ પ્રાંતમાં વીજળી પડવાને લીધે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.. પંજાબના શેખુપૂરા અને નારોવાલ જિલ્લામાં વીજળી પડવાને લીધે અનેક મકાનો ધરાશાયી થયા છે.. આગામી 30 જૂન સુધી પાકિસ્તાનમાં ભારે વરસાદનો માહોલ રહેશે તેમ ત્યાંના હવામાન વિભાગે આગાહી કરી છે..
7. અંતરિક્ષયાત્રીઓના પેશાબ-પરસેવામાંથી પીવાનું પાણી બનાવ્યું
અમેરિકન સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે.. નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અંતરિક્ષયાત્રીઓના પેશાબ અને પરસેવાને પીવાના પાણીમાં પરિવર્તિત કર્યુ છે..તેમણે એન્વાયરોમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ નામની એક ખાસ પદ્ધતિ વિકસાવી છે.. જેમાં દૂષિત પાણીમાંથી પીવાલાયક પાણીનું ઉત્પાદન થાય છે..
8. જાપાનમાં ચીનની 'ગુબ્બારા' ઘુસણખોરી!
બ્રિટિશ મિડીયાએ જાપાન અને તાઇવાનના આકાશમાં ચીનના જાસૂસી ગુબ્બારા ફરી રહ્યા હોવાના અહેવાલો જાહેર કર્યા છે.. વર્ષ 2021માં ચીને જાપાનમાં આ ગુબ્બારો ફરતો મુક્યો હોવાની વિગતો મળી છે.. આ પહેલા ફેબ્રુઆરીમાં ચીને અમેરિકામાં તેના જાસૂસી ગુબ્બારા મોકલ્યા હતા પરંતુ અમેરિકાએ તે ગુબ્બારાને તોડી પાડ્યા હતા..
9. વાગનર આર્મી ચીફ પ્રિગોઝીન સામેના કેસ પરત ખેંચાયા
રશિયાએ પુતિન સામે બળવો કરનાર વાગનર આર્મી ચીફ પ્રિગોઝીન સામેનો રાજદ્રોહનો કેસ પરત લેવાની જાહેરાત કરી છે.. પ્રિગોઝીન સહિત અન્ય સૈનિકો સામે જે આરોપો દાખલ થયા તે તમામ આરોપો ઉઠાવી લેવામાં આવ્યા છે..
10. શહબાઝે મહિલા પાસેથી છત્રી ખૂંચવી લીધી!
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હાલમાં જ ફ્રાન્સની મુલાકાતે હતા.. આઇએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના અધિકારીને મળવા અને પાકિસ્તાનને આર્થિક બાબતો અંગે મદદનો હાથ ફેલાવવા માટે જોકે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.. જેમાં તેઓ એક મહિલા પાસેથી વરસાદથી બચવા છત્રી ખૂંચવી લેતા જોવા મળી રહ્યા છે.. આ વીડિયો વાઇરલ થયા બાદ પાકિસ્તાની મીડિયા તેમની ભારે ટીકા કરી રહ્યું છે..