બિલકિસ બાનો કેસ મામલે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલી રાહતને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી અને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો. 21 જાન્યુઆરી સુધીનો સમય 11 દોષિતોને આપવામાં આવ્યો હતો કે સરેન્ડર કરવા ત્યારે ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. 11 દોષિતો 11:30 વાગ્યે સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને તેમણે સરેન્ડર કર્યું હતું.
દોષિતોએ ગોધરા પોલીસ સ્ટેશન ખાતે કર્યું આત્મસમર્પણ
સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા બિલકિસ બાનો કેસને લઈ એક મહત્વનો નિર્ણય લીધો હતો. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષિઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિને રદ્દ કરી દીધી હતી અને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો સરેન્ડર કરવા માટે. ત્યારે ગઈકાલ રાત્રે ગોધરા સબ જેલમાં તમામ 11 દોષિઓએ સરેન્ડર કર્યું છે. મહત્વનું છે કે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે સરેન્ડર કરવાનો સમય વધારવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો જેને કારણે ગઈકાલ રાત્રે દોષિઓએ સરેન્ડર કર્યું હતું.
અરજી ફગાવતા શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
જ્યારે સરેન્ડર કરવાની મુદ્દતને વધારવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે તે અરજીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે.
21 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાનો આપ્યો હતો સમય
8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા. મહત્વનું છે કે સમય મર્યાદા પૂર્ણ થતાં દોષિતોએ સરેન્ડર કર્યું છે.