નવરાત્રિમાં 108ને હાર્ટએટેકના 450થી વધુ મળ્યા કોલ, અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 10થી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-10-23 19:41:53

સમગ્ર રાજ્યમાં મા નવદુર્ગાના આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ મનાવવામાં આવી રહી છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે, અને ખૈલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘુમશે. જો કે સૌથી મોટી ચિંતા હાર્ટ એટેકના કારણે ઉભી થઈ છે. આ વખતે નવરાત્રિમાં હાર્ટ એટેક અને હ્રદયને લગતી બિમારીઓના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ખેલૈયાઓમાં આ તકલીફો વધી રહી છે. તેમાં પણ લોકોને ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે, તે મોટો ચિંતાનો વિષય બન્યો છે. 


અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 10થી વધુ કેસ


અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના 10થી વધુ કેસો નોંધાયા છે. મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં 10થી વધુના હાર્ટ એટેકના કેસોથી મૃત્યુના સમાચારો સામે આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના સરેરાશ 84 કેસો આ વખતે નોંધાયા છે. નવરાત્રિ દરમિયાન ઈમર્જન્સી સારવાર સર્વિસ 108ને હાર્ટએટેક સંબંધિત 450થી વધુ કોલ મળ્યા હતા.


108ને હાર્ટએટેકના 450થી વધુ મળ્યા કોલ 


રાજ્યમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન  ઈમર્જન્સી સારવાર સર્વિસ 108ને અત્યાર સુધી 473 લોકોને હાર્ટ એટેક સંબંધિત હોવાની ફરિયાદ મળી છે. પહેલા નોરતાથી આઠમા નોરતા દરમિયાન સાંજના 6થી રાત્રિના 2 વાગ્યા સુધી 108ને 473 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે. પ્રથમ નોરતે 73, બીજા નોરતે 92, ત્રીજા નોરતે 69 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા છે. ચોથા નોરતે 109, પાંચમા નોરતે 102, છઠ્ઠા નોરતે 76 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. સાતમા નોરતે 70 અને આઠમા નોરતે 82 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. નવરાત્રિ દરમિયાન 108ને રાજ્ય ભરમાંથી રોજ સરેરાશ 84 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?