દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો દાઝવાના, અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ફટાકડાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે. જેને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સંખ્યમાં વધારો થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન 359 કોલ આવ્યા છે. એમાંથી 34 કોલ દાઝવાના આવ્યા હતા જ્યારે 25 જેટલા ફોન કોલ પડી જવાના આવ્યા હતા.
દિવાળીના દિવસે અનેક લોકો સાથે બની દુર્ઘટના
એક તરફ જ્યારે બધા લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હોય છે ત્યારે એમ્બ્યુલન્સમાં કર્મીઓ ફરજ બજાવતા હોય છે. ખડેપગે પોતાની ફરજ બજાવતા આ લોકો વાસ્તવમાં સેવા કરી રહ્યા છે. દિવાળીના સમયે દાઝી જવાના તેમજ આગ લાગવાની ઘટના બનતી હોય છે. તહેવારને લઈ 50 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.મળતી માહતી મુજબ ગયા વર્ષે દિવાળી દિવસે 4138, બેસતા વર્ષના દિવસે 4740 તેમજ ભાઈબીજના દિવસે 4600 જેટલા કોલ આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થઈ શકે છે. શિફ્ટ મુજબ કોલ સેન્ટર પર 250 જેટલા કર્મચારીઓ કામ કરશે. તમામ ફોન કોલનો જવાબ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.