ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બુધવારે બે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે જ્યારે 170 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને નિશાન બનાવીને આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝને આ વિસ્ફોટોને આતંકવાદી હુમલા ગણાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે ઈરાનના સહયોગી અને હમાસના નંબર ટુ કમાન્ડર સાલેહ અલ-અરૌરી પણ બેરૂત ડ્રોન હુમલામાં માર્યા ગયા છે. ઈરાનમાં વિસ્ફોટો કરમાન શહેરમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયા હતા, જ્યાં સુલેમાનીની કબર આવેલી છે અને તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પહેલો વિસ્ફોટ ઈરાનના કરમાન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. ત્યાર બાદ બીજો વિસ્ફોટ થયો હતો.
આતંકવાદી હુમલો, બોમ્બ અને રિમોટ કંટ્રોલ
કરમાનના ડેપ્યુટી ગવર્નરે આ વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસનીમે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બે બેગમાં બોમ્બ રાખવામાં આવ્યા હતા, જેમાં વિસ્ફોટ થયો હતો. એવું લાગે છે કે આ બોમ્બ વિસ્ફોટ રિમોટ કંટ્રોલની મદદથી કરવામાં આવ્યા હતા. કરમાનના મેયર સઈદ તબરીજીનું કહેવું છે કે આ બોમ્બ વિસ્ફોટ 10 મિનિટના અંતરાલમાં થયા હતા. ઘટનાના ઓનલાઈન ફૂટેજમાં વિસ્ફોટ બાદ ભીડમાં જે નાસભાગ મચી છે તે જોઈ શકાય છે.
ULTIM'ORA: Secondo diverse fonti in #Iran, l'attentato a #Kerman sarebbe stato compiuto dall'organizzazione sunnita Jaish ul-Adl, affiliata ad Al-Qaeda. La maggior parte delle persone prese di mira sono membri dei Guardiani della rivoluzione islamica iraniana (#IRGC) e loro… pic.twitter.com/iIXOrrrEjh
— Mariano Giustino (@MarianoGiustino) January 3, 2024
વિસ્ફોટો બાદ નાસભાગ મચી
ULTIM'ORA: Secondo diverse fonti in #Iran, l'attentato a #Kerman sarebbe stato compiuto dall'organizzazione sunnita Jaish ul-Adl, affiliata ad Al-Qaeda. La maggior parte delle persone prese di mira sono membri dei Guardiani della rivoluzione islamica iraniana (#IRGC) e loro… pic.twitter.com/iIXOrrrEjh
— Mariano Giustino (@MarianoGiustino) January 3, 2024આ વિસ્ફોટો બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. હાલ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે. કહેવાય છે કે નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય કન્ટેઈનરો ફાટ્યા છે. પરંતુ સ્થાનિક અધિકારીએ હજુ સુધી કોઈ પુષ્ટિ આપી નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો હતો કે અન્ય કોઈ વસ્તુથી. આ ઘટનાને આતંકવાદી હુમલો પણ માનવામાં આવી રહ્યો છે.