રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આજે તેમની આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા રાજસ્તાન પહોંચી છે. રાજસ્તાન પહોંચેલી આ યાત્રાને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જયપુરમાં અમારી આ યાત્રાને સારૂ સમર્થન મળી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. એવું કહેવું એકદમ ખોટુ હશે કે કોંગ્રેસ પાર્ટી ખત્મ થઈ ગઈ છે. કોંગ્રેસ જ ભાજપ વિરૂદ્ધ લડે છે અને આવનાર સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે.
કોંગ્રેસ એક વિચારધારા છે - રાહુલ ગાંધી
રાજસ્તાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીનના વિચારો પર ચાલતી પાર્ટી છે. લોકો બોલવા માગે છે તો અમે સાંભળી લઈએ છીએ. જો કોઈ અનુશાસન તૂટે છે તો અમે કાર્યવાહી કરીએ છીએ. કોંગ્રેસ એક વિચારધારા છે અને મોટી પાર્ટીમાં વિવાદો ચાલતા રહે છે. 2023માં રાજસ્તાનમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ રાહુલ ગાંંધીએ વ્યક્ત કર્યો છે. જ્યારે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કીધું કે આ પ્રશ્ન મલ્લિકાર્જૂન ખડગેને કરવો જોઈએ કારણ કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. તે આનો જવાબ આપી શકે છે.