કંબોડિયાની એક હોટલમાં ભીષણ આગ લાગી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર 50 જેટલા લોકો આ આગને કારણે હોટલમાં ફસાયેલા હતા.
10 લોકો આગને કારણે મોતને ભેટ્યા
આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. કંબોડિયાના પોઈપેટમાં સ્થિત એક હોટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગને કારણે 10 જેટલા લોકોના મોતને ભેટ્યા છે. આગથી બચવા લોકો પાંચમાં માળેથી કુદતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ આગમાં 50 જેટલા લોકો હોટલની અંદર ફસાયેલા છે. આ આગને કારણે 30 લોકો ઘાયલ થયા છે.
જીવ બચાવવા લોકોએ પાંચમે માળેથી માર્યો ભૂસ્કો
આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે અનેક કલાકો વિત્યા બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. 8 કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવી શકાયો હતો. પાંચમાં માળે આ આગ લાગી હતી. આગથી બચવા લોકો પાંચમાં માળેથી કૂદી પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટનામાં 10 લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.