ગુજરાત જાણે કૌભાંડોનું પર્યાય બની ગયું હોય તેમ લાગે છે. ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડો પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જૂનું અને જેના પર સૌથી વધારે ચર્ચા થઈ છે એવું કૌભાંડ ઉર્જા વિભાગ કૌભાંડમાં વધુ લોકોના નામ સામે આવ્યા છે.
કર્મીઓને આવ્યું ક્રાઈમ બ્રાન્ચનું તેડું
ગુજરાતમાં ઉર્જા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુ છે. આ કૌભાંડના તપાસનો ધંધમાટ શરૂ છે. અલગ અલગ લોકોને ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. આ મામલે તપાસ શરૂ છે ત્યારે હિંમતનગર સર્કલના 10 જેટલા વીજ કર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડુ આવ્યું છે. આ તમામને 20 ડિસેમ્બરે સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે નોટિસ મળી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હવે ફરી એકવાર ઉર્જા કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
યુવરાજસિંહે આ અંગે કર્યું ટ્વિટ
ત્રણ મહિના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા હિંમતનગર સર્કલના 10 વીજકર્મીઓને નોટિસ ફટકારી છે. આમાં અરવલ્લી જિલ્લાની બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના 3 વીજકર્મીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. એક સાથે 10 જેટલા વીજકર્મીઓને નોટિસ મળતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્રણેક માસ પછી ફરી એકવાર ઉર્જાકાંડનુ ભૂત ધૂણતા બીજા નવા નામ સામે આવી શકે તેવી સાંભવન પણ છે. આ મુદ્દે યુવાનેતા અને ઉર્જાવિભાગના કૌભાંડ બહાર લાવનાર યુવરાજસિંહએ એક ટ્વીટ કરી છે ઉપરાંત પ્રતિક્રિયા પણ આપી છે જેમાં તેમણે કહ્યું કે લખી કે જો યોગ્ય તપાસ થાય તો 300+ નામ ફક્ત અહીંયાથી મળે એમ છે.