RBI દ્વારા 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટેગ રિચાર્જ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે પેટીએમ બેંકિંગ સેવા 29 ફેબ્રુઆરી પછી કામ કરશે નહીં. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી?
KYC પ્રક્રિયા અપૂર્ણ
Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધનું એક મુખ્ય કારણ યોગ્ય KYC વિના બનાવવામાં આવેલા કરોડો ખાતા હતા. આ ખાતાઓ હેઠળ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. એટલું જ નહીં, તેણે ઓળખ વિના કરોડો રૂપિયાના વ્યવહારો પણ કર્યા હતા, જેના કારણે મની લોન્ડરિંગની આશંકા ઉભી થઈ હતી.
1 PAN કાર્ડથી 1000 બેંક એકાઉન્ટ્સ
રોઇટર્સના રિપોર્ટસ મુજબ, RBI દ્વારા પ્રતિબંધ લાદવાનું સૌથી મોટું કારણ એ હતું કે Paytm પેમેન્ટ્સ બેંક હેઠળ 1,000 થી વધુ યુઝર્સના એકાઉન્ટ્સ માત્ર 1 PAN પર લિંક કરવામાં આવ્યા હતા. વધુમાં, RBI અને ઓડિટર બંનેને દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે Paytm બેંક નિયમોનું પાલન કરી રહી નથી.
પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ થશે
રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ શનિવારે કહ્યું હતું કે જો ફંડની ગેરરીતિના કોઈ પુરાવા મળશે તો ED પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. દરમિયાન, Paytm એ સ્પષ્ટ કર્યું કે કંપની અને One97 કોમ્યુનિકેશનના CEO વિજય શેકર શર્મા મની લોન્ડરિંગ માટે EDની તપાસ હેઠળ નથી. કંપનીએ કહ્યું કે કેટલાક વેપારીઓની પૂછપરછનો વિષય છે. બેંક આવી બાબતોમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
પેમેન્ટ્સ બેંકમાં 31 કરોડ નિષ્ક્રિય ખાતા
ઉલ્લેખનિય છે કે Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ્સ છે. તેમાંથી લગભગ 31 કરોડ એક્ટિવ નથી, જ્યારે લગભગ 4 કરોડ જ કોઈ રકમ અથવા ખૂબ ઓછી રકમ સાથે ચાલી રહ્યા છે. આનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં નિષ્ક્રિય ખાતા છે જેમાં KYC અપડેટ કરવામાં આવ્યું નથી.