મોંઘવારીની ઐસી તૈસી, જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2% અને ટુ-વ્હીલરનું વેચાણ 1.7% વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-13 15:30:27

દેશમાં મોઘવારી આસમાને પહોંચી છે અને મધ્યમ અને ગરીબ વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે. જો કે આ કરૂણ વાસ્તવિક્તા વચ્ચે એક હકીકત એ પણ છે દેશમાં મોંઘીદાટ ગાડીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશમાં પેસેન્જર વાહનોના  વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે. ગત જૂન માસમાં 3,27,487 યુનિટનું વેચાણ થયું હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું. જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા. 


2-વ્હીલર્સ અને  થ્રી-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું


પેસેન્જર વાહનોની સાથે-સાથે SIAMના રિપોર્ટ મુજબ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે 2-વ્હીલર્સના વેચાણમાં પણ લગભગ 1.7% નો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ટુ-વ્હીલરના 13,30,826 યુનિટ વેચાયા હતા. જ્યારે એક વર્ષ પહેલા જૂન મહિનામાં માત્ર 13,08,764 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. માત્ર મોટરસાઈકલોના વેચાણની જ વાત કરીએ તો જૂનમાં 6.9% નો વધારો નોંધાયો છે, મોટરસાઈકલના કુલ 9.09 લાખ યુનિટ વેચાયા હતા. જ્યારે જૂનમાં સ્કૂટરનું વેચાણ 8.1% ઘટ્યું હતું. જૂનમાં સ્કૂટરના કુલ 3.87 લાખ યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 યુનિટની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 યુનિટ રહ્યાં હતા.


નિકાસના આંકડા કેવા છે?


SIAM અનુસાર, જૂનમાં પેસેન્જર વાહનોના કુલ 57,618 યુનિટની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 3-વ્હીલરના 24,628 યુનિટની પણ નિકાસ કરવામાં આવી હતી. 2-વ્હીલર્સની વાત કરીએ તો જૂન, 2023માં કુલ 2,73,184 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..