ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામ પાસે એક કાર તળાવમાં ડૂબી હતી જેમાં 4 વ્યકતિઓના મૃતદેહ મળ્યા છે.. અમદાવાદના પાંચ મિત્રો અમદાવાદથી રાજસ્થાન તરફ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતા ગાંધીનગર જિલ્લાના દશેલા ગામની સીમમાં વરસાદી પાણી ભરેલ હતું અને તળાવ ઓવરફ્લો હતો જેની જાણ ન રહેતા આ કાર તળાવમાં તણાઈ ગઈ હતી જેમાંથી કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા ગઈકાલે તણાયેલી કારમાં સવાર ચાર મૃતદેહ મળી આવ્યા છે. અંદાજે ગઈકાલે રાતે 9 વાગ્યે તણાયેલી કારમાં 5 વ્યક્તિઓ હાજર હતા. તળાવ સુધી કાર તણાતા પાંચેય કાર સવારો ડૂબ્યા હતા. ત્યારે આજે ફાયર વિભાગની ટીમે 4ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે કારસવાર અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.
કેવી રીતે પરિવારને જાણ થઇ ?
બે દિવસથી પાંચેય વ્યક્તિનો કોઈ સંપર્ક ન થતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે લોકેશન કાઢતા લોકેશન ગાંધીનગર જિલ્લાના દશેલા ગામનું મળ્યું હતું ત્યાં તપાસ કરતા પોલીસને તળાવમાંથી કાર મળી આવી હતી અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિ હાલ પણ શોધખોળ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ત્યાં તળાવ ઓવરફ્લો થયો હતો કાર ચલાવનારને એવું લાગ્યું હશે કે વરસાદી પાણી ભરેલું હશે પણ કાર જેમ જેમ નજીક ગઈ તેમ ડૂબવા લાગી હતી